-
About
-
Programmes
-
Admissions
-
Student Life
About
Programmes
-
Masters
-
Diploma
-
Certificates
ગુજરાતી સાહિત્ય, અનુવાદ અને પ્રસારમાધ્યમમાં અનુસ્નાતક વર્ગ
આ અનુસ્નાતક કાર્યક્રમ શાસ્ત્રીય અને આધુનિક ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ, અનુવાદની ઉપયોગી કુશળતા અને મીડિયા (પ્રસારમાધ્યમ) વિશ્વને જોડે છે. આ અભ્યાસક્રમ થકી વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્યની ઊંડી સમજ મેળવશે અને સાથે તેઓ સમકાલીન સંસ્કૃતિ અને સંદેશાવ્યવહારનાં નવા માધ્યમો સાથે કાર્ય કરવા સજ્જ થશે.
અભ્યાસક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ વિવિધ સાહિત્યિક ગ્રંથો અને લેખકોનો અભ્યાસ કરશે, સાહિત્યિક વિવેચન શીખશે અને અનુવાદના સિદ્ધાંતો અને વ્યવહારીક ઉપયોગની માવજત કેળવશે. સાથે જ તેઓ પ્રિન્ટ, ડિજિટલ અને ઑડિઓ-વિઝ્યુઅલ મીડિયામાં ગુજરાતી ભાષાની ભૂમિકા પણ સમજશે.
આ કાર્યક્રમ ખાસ કરીને ભવિષ્યના શિક્ષકો, લેખકો, અનુવાદકો, પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઉપયોગી છે. તે વિધાર્થીઓમાં સર્જનાત્મકતા, વિચારોની સ્પષ્ટતા અને સાંસ્કૃતિક સમજશક્તિ વિકસાવે છે, જે તેમને શિક્ષણ, પ્રકાશન અને મીડિયામાં કારકિર્દી માટે ઉપયોગી થશે.
ઉચ્ચ ભાષાકૌશલ્ય: અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં ઉચ્ચ સ્તરની કુશળતા પ્રાપ્ત થશે, જેમાં તેઓ શૈક્ષણિક, વ્યાવસાયિક અને સાહિત્યિક પ્રસંગોમાં સરળતાથી વાંચી, લખી અને બોલી શકશે.
વિસ્તૃત સાહિત્યિક જ્ઞાન: વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક વિકાસયાત્રા, મહત્વપૂર્ણ સાહિત્યકારો અને મુખ્ય સાહિત્ય પ્રવાહોની ઊંડી સમજ પ્રાપ્ત થશે, જેથી તેઓ વિવિધ સાહિત્યિક સ્વરૂપોને સમજી અને તેનું વિશ્લેષણ કરી શકે.
વિવેચનાત્મક વિશ્લેષણ ક્ષમતા: વિદ્યાર્થીઓ વિવિધ સાહિત્યિક સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગુજરાતી સાહિત્યના ગ્રંથોનું વિવેચન, સમીક્ષણ કરી શકશે અને ભાષા, સંસ્કૃતિ તથા સાહિત્યના કાર્યોનું મૂલ્યાંકન કરી શકશે.
સંશોધનમાં કુશળતા: વિદ્યાર્થીઓ સશક્ત સંશોધન કુશળતાઓથી સજ્જ રહેશે, જેથી તેઓ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંબંધિત ક્ષેત્રોમાં સ્વતંત્ર સંશોધન કરી શકે અને શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન આપી શકે.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક જાગૃતિ: વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા અને સાહિત્યને ઘડતા સાંસ્કૃતિક, સામાજિક અને ઐતિહાસિક પરિબળોથી અવગત થશે તથા આ પરિબળો કેવી રીતે આજના સમયમાં અસર કરે છે તેનું પણ વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરશે.
અનુવાદ કૌશલ્ય: સ્નાતકો પાસે મજબૂત અનુવાદ કૌશલ્ય હશે. જેના થકી ગુજરાતી સાહિત્યિક અને બિન-સાહિત્યિક ગ્રંથોનો અન્ય ભાષાઓમાં તથા અન્ય ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કરી શકશે અને મૂળ સામગ્રીની અખંડિતતા જાળવી રાખશે.
સર્જનાત્મક લેખન ક્ષમતા: સ્નાતકોએ કવિતા, ટૂંકી વાર્તાઓ, નિબંધો અથવા અન્ય સાહિત્યિક શૈલીઓ સહિત ગુજરાતી લેખન દ્વારા સર્જનાત્મક અભિવ્યક્તિ માટે જરૂરી કુશળતા વિકસાવી હશે.
અસરકારક સંદેશાવ્યવહાર: સ્નાતકો મૌખિક અને લેખિત બંને રીતે, સ્પષ્ટતા, સુસંગતતા અને આત્મવિશ્વાસ સાથે વિચારો અને સંકલ્પનાઓને ગુજરાતીમાં અસરકારક રીતે વ્યક્ત કરી શકશે. આમ તેમની અભિવ્યક્તિની કુશળતા પણ વધશે.
શિક્ષણ ક્ષમતા: શિક્ષણશાસ્ત્રની તકનીકોની મજબૂત સમજ અને વિદ્યાર્થીઓને અસરકારક રીતે વિષયવસ્તુથી જોડવાની ક્ષમતા સાથે સ્નાતકો વિવિધ શૈક્ષણિક સ્તરે ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે સારી રીતે તૈયાર હશે.
આંતરશાખાકીય એકીકરણ: સ્નાતકો ગુજરાતી ભાષા અને સાહિત્યની સમજ અને વિશ્લેષણને સમૃદ્ધ બનાવવા માટે ઇતિહાસ, ફિલસૂફી, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર જેવી વિવિધ શાખાઓમાંથી જ્ઞાનને એકીકૃત કરી શકશે.
રોજગાર સર્જન અને કારકિર્દીની તકો: ગુજરાતી એમએના સ્નાતકો મીડિયા, અનુવાદ, સર્જનાત્મક ઉદ્યોગો (જેમ કે નાટક અને ફિલ્મ) તેમજ શિક્ષણ અને સંશોધન સહિત વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્રવેશવા માટે યોગ્યપણે તૈયાર હશે.
આંતરશાખાકીય અભ્યાસક્રમ
અનુવાદ અને મીડિયા કૌશલ્ય પર ભાર
ઔદ્યોગિક અનુભવ (ઈન્ટર્નશીપ)
લોક અને ડિજિટલ કથાઓનું એકત્રીકરણ
સંશોધન-આધારિત શિક્ષણ
વર્કશોપ અને નિષ્ણાતો સાથે મુલાકાત
પ્રકાશન અને પ્રસ્તુતિની તકો
કારકિર્દી કેન્દ્રિત અભિગમ
ડિજિટલ સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ
સાંસ્કૃતિક જોડાણ અને ભાષાકૌશલ્ય
ગુજરાતી સાહિત્ય, અનુવાદ અને પ્રસારમાધ્યમમાં એમ.એ. દ્વારા કારકિર્દીની તકોઃ-
ગુજરાતી સાહિત્યમાં અનુવાદ અને મીડિયાના વિશેષ અભ્યાસ સાથે એમ.એ.નો અભ્યાસ શિક્ષણક્ષેત્ર, સંસ્કૃતિ, સંચારમાધ્યમ કે સર્જનાત્મક ઉદ્યોગો જેવા વિવિધ અને રુચિપૂર્ણ કારકિર્દી તરફના દરવાજા ખોલે છે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ નીચેના ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે:
શિક્ષણ અને સંશોધન
કોલેજો અને યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા/પ્રોફેસર
ભાષા, સાહિત્ય અથવા સંસ્કૃતિવિદ્યામાં સંશોધક
સંબંધિત ક્ષેત્રોમાં પીએચ.ડી. અને એમ.ફિલ. માટેની તકો
અનુવાદ અને અર્થઘટન
સાહિત્યિક અને તકનિકી અનુવાદક
ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ માટે સબટાઈટલ અને ડબિંગ નિષ્ણાત
સરકારી, એનજીઓ અને ખાનગી (કોર્પોરેટ) ક્ષેત્રો માટે દુભાષિયા
મીડિયા અને પત્રકારિતા
પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં પત્રકાર, સંપાદક અથવા કોલમિસ્ટ (સ્તંભલેખક)
રેડિયો, ટેલિવિઝન અને વેબ પ્લેટફોર્મ માટે સ્ક્રિપ્ટલેખક
સમાચાર પોર્ટલ અને ગુજરાતી બ્લૉગ માટે સામગ્રી સર્જક/લેખક (કન્ટેન્ટ ક્રિએટર)
સર્જનાત્મક લેખન અને પ્રકાશન
લેખક, કવિ અથવા નાટ્યલેખક તરીકે કાર્ય
પ્રકાશન સંસ્થાઓમાં સંપાદક અથવા પ્રૂફરીડર
ફ્રીલાન્સ લેખક અથવા બ્લોગર
સાંસ્કૃતિક સંસ્થાઓ અને એનજીઓ
સાંસ્કૃતિક એનજીઓમાં પ્રોજેક્ટ સંચાલક અથવા ભાષા નિષ્ણાત
દસ્તાવેજીકરણ અને આર્કાઈવિંગ વિશેષજ્ઞ
સાહિત્યિક કાર્યક્રમો અને મહોત્સવો માટે કાર્યક્રમ નિયોજક
સરકાર અને નાગરિક સેવા
ભાષા વિભાગો અને અકાદમીઓમાં તકો
સરકારી સંસ્થાઓમાં અનુવાદક અથવા ભાષા અધિકારી
યુપીએસસી/એમપીએસસી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી
ડિજિટલ સામગ્રી અને ઇ-લર્નિંગ
શૈક્ષણિક પ્લેટફોર્મ માટે સામગ્રી નિર્માતા
વોઈસ-ઓવર કલાકાર અથવા ગુજરાતી ભાષાના તાલીમદાતા
પ્રાદેશિક સામગ્રી પ્લેટફોર્મ માટે સોશ્યલ મીડિયા મેનેજર
નાટક, ફિલ્મ અને પ્રદર્શન કળાઓ
સંવાદ લેખક, ગીતકાર અથવા નાટ્યવિશેષજ્ઞ
ફિલ્મો અને રંગમંચ માટે ગુજરાતી સ્ક્રિપ્ટ કન્સલ્ટન્ટ
સાંસ્કૃતિક સમીક્ષક અથવા વિવેચક
ભાષા, સાહિત્ય અને સંચાર માટેના તમારા જુસ્સાને કાર્યરત કારકિર્દીમાં ફેરવો અને ગુજરાતી સંસ્કૃતિનો ગૌરવ વધારતો માર્ગ પસંદ કરો.
Duration: ર વર્ષનો અનુસ્નાતક પ્રોગ્રામ
Total Credits: ૮૦ ક્રેડિટ
પ્રથમ વર્ષ સત્ર-૧ | સત્ર - ર |
---|---|
મધ્યકાલીન યુગીન ગુજરાતી સાહિત્ય (૪ ક્રેડિટ) મુખ્ય કોર્સ | સાહિત્યમાં સંશોધન (૪ ક્રેડિટ) મુખ્ય કોર્સ |
ભારતીય કાવ્યસિદ્ધાંત અને ટીકાઓ (૪ ક્રેડિટ) મુખ્ય કોર્સ | પશ્ચિમી વિચારધારા (૪ ક્રેડિટ) મુખ્ય કોર્સ |
ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ (૪ ક્રેડિટ) મુખ્ય કોર્સ | સર્જનાત્મક અને વ્યવસાયિક લેખનકૌશલ્ય (૪ ક્રેડિટ) મુખ્ય કોર્સ |
ગુજરાતી ભાષા અને તેની બોલીઓ (૪ ક્રેડિટ) મુખ્ય કોર્સ | સાહિત્ય અને પ્રસારમાધ્યમોમાં અનુવાદ (૪ ક્રેડિટ) મુખ્ય કોર્સ |
સાહિત્યનો સઘન અભ્યાસ - આત્મકથા (૪ ક્રેડિટ) વૈકલ્પિક કોર્સ | ગાંધીયુગીન ગુજરાતી સાહિત્ય (૪ ક્રેડિટ) વૈકલ્પિક કોર્સ |
સાહિત્યનો સઘન અભ્યાસ - નવલકથા (૪ ક્રેડિટ) વૈકલ્પિક કોર્સ | સાહિત્યનો સઘન અભ્યાસ - રોજનીશી (૪ ક્રેડિટ) વૈકલ્પિક કોર્સ |
We are happy to answer all your admission related enquiries. Fill out the form and we will be in touch with you shortly.
We acknowledge the receipt of your enquiry. Our team will get back to you shortly.